Friday, December 27, 2019

પ્રેમને જિંદગીનો શ્વાસ કહી શકો છો............... Jay Shree Radhe Krishna - 19


જીવનનો નકાર...........



જીવનનો નકાર એટલે ઈશ્વરનો નકાર. ખુલ્લા મનથી જીવનનો સ્વીકાર કરવો. જોઈએ. આપણી પ્રિય વ્યકિતને જોઈએ અને એને આશ્લેષમાં લેવા માટે પહેલા બાહુ પહોળા થાય પછી જ એ આપણી ભીંતર લપાય છે. તેમ ખુલ્લા બાહુએ જીવનને સ્વીકારવું જોઈએ. ચાહવું જોઈએ, પ્રત્યેક પળને મન મુકીને જીવવી જોઈએ, અરે ઉદાસીની એક એક સેકન્ડને પણ મન મુકીને ચાહવી જોઈએ. જેવી રીતે દરિયામાં ભરતી અને ઓટ આવે છે, ખાબોચિયામાં ના તો ભરતી ના તો ઓટ કોઈ પરિવર્તન નહીં, તેથી જીવનરસથી મોટો કોઈ રસ નથી. જે પણ કામ કરો તે પૂર્ણ મનથી કરો. સંકલ્પના શિખર પર ધૂણી ધખાવીને બેસી જાઓ. કોઈપણ કાર્ય કરો તો એટલી હદે ઓતપ્રોત થઈને કરવું જોઈએ કે, આજના દિવસે.. આજ ઘડીએ... મોત આવવાનું હોય. જીવનમાં રસ હોય તો નિવૃતિમાં પણ મળી રહે. મોત ના આવે ત્યાં સુધી જીવવાનું છે તો પછી આનંદભરી સમજણથી કે સમજણભર્યા આનંદથી છલોછલ કેમ ન જીવી શકાય ? © કોપીરાઈટ આરક્ષિત

Wednesday, December 25, 2019

કૃષ્ણની પ્રેમભરી આંખો, મધથીએ મીઠી મોરલીની ધુન..............Jay Shree Radhe Krishna - 18


સ્ત્રી....

Image result for રસોઈ કરતી સ્ત્રી
સવારે ઉઠી નાસ્તો બનાવી બાળકોને શાળાએ મોકલવા, પતિની હાજરી આપવી, વ્યવહારિક કામ કરવા શું આજ સ્ત્રીની જીંદગી છે ? તમે ક્યારેક તો વિચારો તમે શું આપ્યું છે ?
પતિનું નામ, બાળકો, પરિવાર, સમાજમાં મોભાદાર સ્થાન આ બધી વાત નથી. વાત છે તેમની લાગણીની. તમારા પાસેથી મીઠા બે બોલની, તેમને તરસ છે તમારી એક મીઠી મુસ્કાનની, તેમને આશા છે પહેલી નજરે મળેલ એક અજાણ્યા વ્યક્તિમાંથી જીવનસાથી બનેલ વ્યક્તિને ફરી મળવાની, તેની દરકાર કરનાર, તેની ખબર પુછનારની.

હાલ આ વાતને ભુલી જાઓ પાંચ મિનીટ માટે આંખો બંધ કરીને વિચારો જોઈએ હું તને ખુબ પ્રેમ કરું છું આ વાક્ય તમારી પત્નીને છેલ્લે ક્યારે કહ્યું છે ? યાદ નથી આવતું ને ? આવશે પણ નહીં ?

કારણકે તમે પણ લાગણી વિહીન મશીન બની ગયા છો. તમને એટલે કે લગભગ દરેક પુરુષને હંમેશા કોઈને કોઈ ફરિયાદ રહે છે.... પુરુષ માટે સ્ત્રી એટલે જમવાના ટેબલ પર તેની માતાની જેમ લાગણીથી જમાડતી ઈચ્છે છે, તો કાર્યકુશળતામાં ચકોર, બુદ્ધિશાળી હોવાની આશા રાખે છે, અને બેડ પર મનમોહક અપ્સરાના સ્વાંગમાં રંભાના રૂપમાં ઈચ્છે છે.

આતો એક પતિની ફરમાઈશ પોતાના પુરતી જ સીમિત છે. તેમના બાળકો માટે સર્વગુણ સંપન્ન માતા જોઈએ છે. પોતાના માતા-પિતા માટે સેવા તેમજ ઘરમાં મશીનની જેમ કામ કરતી કુશળ, સુઘડ ગૃહણી જોઈએ છે. વિચારો જોઈએ તે ગૃહણી નોકરી કરતી હોય તો ? તમને તમારા પ્રગતિના પંથમાં આગળ વધવામાં મદદરૂપ થતી હોય તો....!!!
તમે જ વિચારો જેને તમે મનની નબળી નારી કહો છો. જો પોતાના પિતાના ઘરે જવા ઈચ્છે તો તમે તમારી જાતને મુક્ત સમજો છો. ખરેખર તમે મુક્ત થતાં નથી તમને તો તેમની આદત પડી ગઈ છે તે તમારી જરૂરીયાત બની ગઈ છે. તમારી દરેક ચીજ-વસ્તુઓ તેમજ તે તમારા દિવસની ડાયરી છે.
જે તમારી પાસે ન હોવા છતાં પણ તમે તેમને તમારાથી દુર નહી કરી શકો. કારણકે તમારા દરેક દુઃખમાં તે તમારા માટે કૃષ્ણથી પણ આગળ પડતી સારથી બની છે બનશે અને હંમેશાં બનતી જ રહેશે. તેથી તેમની કદર કરવા માટે નક્કી કરવામાં આવેલા દિવસની રાહ જોવાની જરૂર નથી.
કદર કરવા માટે કોઈ મોટો મીર મારવાની જરૂર નથી. તમારા હસતાં મુખેથી ફક્ત થેક્યું ક્યારેક ક્યારેક કહેતાં રહેશો તો એથી વધારે આશાની તેમને જરૂર નથી કારણકે તે સ્ત્રી છે ને ? પછી તે માં હોય, પત્ની હોય, કે તમારા જીવનની કોઇપણ સ્ત્રી હોય. તેનું સ્થાન દુનિયામાં તેને બનાવનાર ભગવાન પણ નથી લઈ શકતો.
વાંચનાર પુરુષો માફ કરશો.....
ફક્ત સ્ત્રીના વખાણ કરવાનું મારું મકસદ કે, તમારું અપમાન કરવાનું નથી, કેમકે એક સ્ત્રી પોતાનું ઘર છોડીને આવે છે, તો એક પુરુષ પણ એક અજાણી સ્ત્રીને પોતાના ઘરની બાગડોર પુરા વિશ્વાસ સાથે સોંપે છે. બસ... એક રીક્વેસ્ટે છે, કદર કરવા માટે વાઈફ એપ્રિશિયેશન્સ ડેની રાહ ન જોતા...... આજ અને અત્યારે જ તમારા મોબઈલમાંથી તમારા ચહેરાને નહી તો તમારી નજર ને તેમના સુધી દોડાવી શકો છો © કોપીરાઈટ આરક્ષિત

Monday, December 23, 2019

સંસારમાં ખોવાયેલા વ્યક્તિઓને કૃષ્ણ તારી યાદ............Jay Shree Radhe Krishna - 17


સ્ત્રી.........


હવે તો તમે જરાય ધ્યાન આપતા જ નથી. મે કાનમાં નવા એરીંગ પહેરયા... તમારુ જરાય ધ્યાન ગયું ? પહેલા તો કેવું નાની નાની બાબતમાં ધ્યાન આપતા હતાં હવે તો તમને કોઈ પરવા જ નથી.
વાત તો તે બરાબર કરી તે.. જયારે લગ્ન થયા ત્યારે તુ પણ મારી દરેક ચીજનું બહુ ધ્યાન આપતી હતી. સવારે કેવા પ્રેમથી ઉઠાડતી હતી ? અને હવે સવાર સવારમાં કાગડાની જેમ કચકચ ચાલું જ હોય છે. મને યાદ છે તે દિવસો હજુ નાહીને આવું તો ઈસ્ત્રી કરેલ કપડાં, પાલીસ બુટ, બેલ્ટ, વોલેટ, રૂમાલ, દરેક જીણી જીણી ચીજવસ્તુઓ હાજરી રહેતી અને હવે... ઈસ્ત્રી પણ જાતે જ કરું છું તો પછી તને લઈ આવવાનો મતલબ શું ?? શું તમે મને ઈસ્ત્રી કરવા લઈ આવ્યા છો...

ઉપરોકત બંને સંવાદ જો તમે મેરીડ હશો તો અનુભવ્યા હશે અને અનમેરીડ હશો તો કયારેક તો તમારા કાનમાં આ મીઠો ઝગડો સંભળાયો જ હશે. 

આ બંને પક્ષોની ફરીયાદ છે તે ખરેખર એકદમ મીઠી ચોકલેટ જેવી છે. આને ચોકલેટી કંકાસ એટલે કે મીઠો ઝગડો કહેવાય. જે દરેક ઘરમાં થતો હોય છે. બહુ જુજ જ ઘર એવા છે ત્યાં એ કંકાસને કોઈ જગ્યા નહિ હોય. 

દરેક સ્ત્રીએ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ.. તમારા પતિ તમારી પરવા કરે છે એટલે તો સવારથી સાંજ સુધી મહેનત કરે છે. તમારી તેમજ તમારા ભવિષ્યની દરેક જરૂરીયાત પુરી કરવા માટે તેમના પર બમણી જવાબદારી હોય છે. જો તે તમારી પરવા ન કરતા હોત તો તેમને મહેનત કરવાની કોઈ જરૂર નથી. તેમના પુરતું તો તે મહેનત કરીને કમાઈ શકે છે.
 
ઘરની બહાર રૂપીયા કમાતા પુરુષની જવાબદારીઓ બમણી હોય છે. તેમને તમારી, બાળકોની, તેમજ તમારા ભવિષ્યની ચિંતા કોરી ખાતી હોય છે. પુરુષ હોવાને નાંતે કદાચ તમને જણાવશે નહિ. 

પરંતુ આજ જે વ્યકિતનો પ્રશ્ન છે તેનું કહે છે કે, મારી વાઈફની આવી ચપળચપળથી ત્રાસ પામી ગયો છું. તમે એક સ્ત્રી હોવાને નાતે એટલું તો સમજી શકો છો કે આ મોંઘવારીમાં રૂપીયા કમાવવા બહુ અઘરા છે. જે માણસ આખો દિવસ મહેનત કરીને શાંતી લેવા માટે ઘરે આવે અને જો તમે રેડિયાની જેમ ઓન થઈ જાઓ તો તે માણસ જાય કયાં ???? શું આંખો દિવસ ઘરની બહાર તમને છોડીને ફરવાંતો જતા નથી. તો પછી આટલો કંકાસ કેમ ? સ્ત્રીને તો દેવી શું સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. તો મહેરબાની કરીને તમારા સ્થાનનું અપમાન કરશો નહી. (વાંચનાર બહેનો માફ કરશો... હું કોઈનો પક્ષ નથી લઈ રહી...)..© કોપીરાઈટ આરક્ષીત 

Sunday, December 22, 2019

કૃષ્ણએ આ પૃથ્વી પર ભરપુર આનંદ સાથે કૃષ્ણનામ...... Jay Shree Radhe Krishna - 16


સુખ અને દુ:ખનો અહેસાસ



કયારેક મન ખુબ જ ડામાડોળ હોય છે. ખબર નહિ કેમ ! દુ:ખી હોય પરંતુ દુ:ખનું કારણ ખબર હોતી નથી. રડવું આવતું હોય પણ શા માટે ? ખબર હોતી નથી. બસ ! આપણે આપણી જાતને દુનિયાના સૌથી દુ:ખી અને લાચાર સમજવા લાગીએ છીએ, એ જ મન કયારેક એટલું ખુશ હોય છે કે, બીન કારણ હવાની સાથે ઉડતું હોય છે. કોઈ વાત વગર પણ મુખ પર હાસ્ય હવાતયા મારતું હોય છે, ન તો ખુશ થવાનું કોઈ કારણ હોય છે, ન કોઈ પ્રસંગ છતાં પણ આપણે જ નહીં પરંતુ આપણને આખી દુનિયાને ખુશખુશાલ આનંદમાં મંત્રમુગ્ધ જોઈએ છીએ. શા માટે ? બસ બધુ આ મરકટ મનનું કામ છે, તેની હૈયાતી જ માણસને ઘાટે ઘાટનું પાણી ચખાડે છે.


માણસનું મન મરકટ જેવું છે. ગમે ત્યારે રઘવાયુ બની નાચી ઉઠે છે, તો કયારેક એવું તો સારુ કાર્ય કરી જાય છે કે, મૃત્યુ પછી પેઢીઓની પેઢીઓ યાદ કરતી રહે છે. ક્યારેય અનાયાસે એટલે કે ના ચાહવા છતાં કોઈને ઠેસ પહોચાડીદે છે. ત્યારે ખુલ્લા મને માફી માંગી લેવી જોઈએ. શું થાય ભુલ તો માણસથી જ થાય છે. આ મન ચનચળ છે, સ્થીરતા છે જ નહિ, જો મનમાં સ્થીરતા આવી જાય તો માણસ ભગવાનને નહિ પરંતુ ભગવાન જ ભકતનો ચેલો બની જાય, પરંતુ આ તો શકય જ નથી. આ ચચળ મનની ચનચળતા વહેતી નદી જેવી છે. પલમાં હસવું તો પલમાં રડવું, પલમાં દુ:ખી મન પલમાં ખુશીના અત્તરમાં ભીંજાતું હોય છે.


મનથી જે કોઈ કાર્ય કરો તેમાં સફળતા જરૂર મળે છે. આવું મે નથી કહ્યું, પણ મેં સાંભળેલું છે, અને હા મે અનુભવેલું પણ છે. અમુક કાર્ય, અમુક નંબર, અમુકના શબ્દો, કયારેય ભુલાતા નથી, મનથી કરેલ કાર્ય, મનથી સાંભળેલી વાતો અને મનથી કરતાં દરેક કાર્યમાં કયારેય નિષ્ફળતા મળતી જ નથી. મનથી કરેલ કાર્ય માટે હંમેશા સફળતાનો તાજ મળે છે.


અરે હા, આ મરકટ મનની વાતોમાં ખુશી-દુ:ખી સુધીની લાગવગ લગાવી બેઠા. ખુશીઓનો વરસાદ વરસાવ્યો, દુ:ખની વીજળીઓ વરસાવી બેઠા. પરંતુ મારે તમને એક વાત કહેવાની તો રહી જ ગઈ. મને વાંચવાનો ખુબ શોખ. કોઈએ કહ્યું પણ ખરું કે વાંચીને પાગલપન આવી જાય. પરંતુ ખબર નહી.... પણ આ પાગલપન સારું લાગે છે આદત પડી ગઈ છે આ પાગલપનની. તમે કહેશો વાંચવાનો સમય.... સમયની તો વાત જ પુછો માં. સમય તો કોની પાસે હોય છે.


સમયની તો બસ ચોરી કરો તો જ શક્ય બને. હા... ખરેખર આ બહુ સારી આદત છે તમે પણ આ આદત પાડો સમયની ચોરી કરવાની. બાકી સમય નથીના ગીત તો દરેક માણસના મુખે પોતાની જાતના વખાણ કરતાં હોય એ રીતે સાંભળું છું.


છતાં પણ કયારેક મનની મોટાઈ બતાવવા માણસોને ખોટુ બોલતાં મેં સાંભળ્યા નહિ, પણ નજરે જોયેલા છે. બસ એવી જ રીતે હું પણ મનની મોટાઈ બતાવવા માટે ફરજીયાત મન સાથે ધમસાણ યુધ્ધ કરીને વાંચવા માટે બેઠક તો લીધી, પણ દસેક મિનિટમાં તો વાવાઝોડાની જેમ કંટાળો દોડતો આવ્યો. પરંતું આજ તો નક્કી જ કર્યું તું કે, એક બુક વાંચી જ નાંખવી અને વાંચી પણ નાંખી, હવે બીજી બુક વાંચવા માટે મન લલચાણું, પછી તો ત્રીજી, ચોથી, પાંચમી.... હવે તો મારી આળસને પણ વાંચવાનો ચેપ લાગ્યો. આળસ અને શોખ વચ્ચેના મહાસંગ્રામમાં શોખ જીત્યો અને આળસ હારી. બસ પત્યું જેવી હારી અને મને છોડીને ચાલી ગઈ....


જતાં જતાં મને એક નવી લાલચ જગાવતી ગઈ, તે પણ કવિ થવાની. હા..... ખરેખર મને કવિ બનવાનો અભરખો જાગ્યો. હવે તો મનમાં કાંઈને કાંઈ વિચારો ઉમળતા રહેતા. કવિ બનવું છે, પણ શું કરવું ? કવિ બનવા માટે ? શું લખવું ? શું વિચારવું ? અરે આ વાંચનનો શોખ લખવાનો શોખ જગાવ્યો. આવી લાલચું છે જીંદગી. આ જિંદગીમાં આવતા વિચારો. હાથમાં ચોપડી લઈને પણ વિચારતો કવિના જ આવતાં હું કેમ કવિ બનું.


બસ, હવે ખુબ વિચારી લીધું ? હવે તો મે મારા મનને જ સવાલ કર્યો ? શું હું કવિ બની શકું ? આ એક વિચારે મને હાથમાં કાગળ અને પેન લેવા માટે મજબુર થવું પડયું. કાગળના સથવારે પેનના ટેકે વિચારના વમળો ઉમટયા કાગળ ઉપર અને બે કાવ્યો તો લખ્યા, પણ... કોને જઈને કહું ? મનમાં તો ખુશી નો ખનખનાટ હતો. હું કવિ બની ગઈ, પરંતુ કોઈને કહેવાની હિંમત જ ન થઈ. કોઈ મારી મશ્કરી કરી બેસે તો ? પરંતુ મારા લખેલા કાવ્યોને વારંવાર વાંચીને મન તો ઉછાળા મારી રહ્યું હતું. એટલી ખુશી ઉભરાતી હતી કે, વ્યકત કરવા માટે મારી પાસે શબ્દો જ નથી.


મારા જ મનને આનંદ આપવા માટે બંન્ને કાવ્યોને લઈને ગણગણતી ખુલ્લી હવામાં જઈ અગાસીએ બેઠક જમાવી. તમે વિચારતા હશો કે બે કાવ્ય લખવાથી કોઈ કવિ બની શકે ખરાં ? સાચી વાત છે તમારી ! કે મારા કાવ્યને સાંભળનાર. કોઈ હતું નહિ, તેથી વહેતા પવનની સાથે મેં પણ કાવ્ય લલકારયું. કદાચ પવનને પણ મારી ઈર્ષા આવી. શાંત, આહલાદક વાતાવરણમાં અચાનક તોફાનનો પ્રકોપના દર્શન થયા. આ જોરદાર પવને જ આંખમાં કચરાને આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું.


હું તો એ પણ ભુલી ગઈ કે મારા હાથમાં બે કાવ્યો હતા. આંખના કચરાને બહાર સુધી પહોંચાડતા પહેલાં મારા કાવ્યો તો મારા હાથમાંથી જ બહાર થઈ ગયા. હવે તો કચરા વગરની આંખમાંથી પણ આંસુંઓ ટપકવાં લાગ્યા. દુ:ખ તો એક જ હતું કવિ બનવા માટે રચાયેલા પહેલા બે કાવ્યો, આ પવન તેની સાથે જ લઈ ગયો. મને પણ પવન ઉપર ખુબ જ ગુસ્સો આવ્યો.


ગુસ્સા સાથે જ મે તેમને મારા બન્ને કાવ્યો મને પાછા આપવા માટે આજીજી કરી, કરગરતા કહ્યું, કોણ માનશે મારી વાત કે મે કાવ્ય લખ્યું. સુસવાટાની જેમ સંગીતના સુર સાથે પવને જવાબ આપ્યો, ''દુ:ખી ન થા, તારા બન્ને કાવ્યો એટલે સુખ અને દુ:ખનો અહેસાસ ! © કોપીરાઈટ આરક્ષિત.............


Friday, December 20, 2019

નાનો નાનો મીઠો ઝગડો ક્યારે કડવું સ્વરૂપ........ Jay Shree Radhe Krishna - 14


થેક્યું..... કહેવામાં મોડા તો નથી પડ્યા ને ??

સ્વરમાં ઉઠતાં નરેશભાઈ બોલ્યા, થેક્યું.....શોભા....
શોભાબેને જવાબમાં પ્રેમભરી મુસ્કાન આપી.
આજ પહેલીવાર તેમની ત્રીજું  ભણતી નીલુ બોલી, પપ્પા તમે મમ્મીને રોજ સવારે ઉઠીને સાંજે સુતી વખતે બપોરે જમતાં પહેલાં, દાદા-દાદીને પણ તે જ સમયે થેક્યું.....કહો મને અને ભોલુંને પણ થેક્યું.....કહો છો શા માટે ???
અરે બેટા તારી મમ્મી સવારથી ઉઠીને આપણા બધાં માટે કેટલું કામ કરે છે. હું ગુસ્સો કરું તો પણ તે કઈ બોલતી નથી. તેથી તેને જણાવું છું કે હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને, દાદા-દાદીને અને નીલુ-ભોલુંને કરે છે. નીલુ તેમના મમ્મી-પપ્પાને ભેટતા બોલી આજથી મારા તરફથી પણ થેક્યું..... થેક્યું.....અને દોડતી દાદા-દાદીને ભેટતા થેક્યું..... થેક્યું..... થેક્યું.....બોલી ઉઠી...
તમે તમારા ઘરમાં થેક્યું..... કહેવામાં મોડા તો નથી પડ્યા ને ??
© કોપીરાઈટ આરક્ષીત....

Thursday, December 19, 2019

પ્રેમ કરવા માટેનો કોઈ દિવસ નક્કી કરવામાં......Jay Shree Radhe Krishna - 13


આપણને આપણી ભુલ સમજાશે

Image result for childran

ઘરની ઘંટી વાગ....ટ્રીન...ટ્રીન...ટ્રીન....
''બીટુ બેટા, જોતો જરા કોણ આવ્યું ?''
ફરી..ટ્રીન...ટ્રીન...ટ્રીન....
''
અરે, બીટુ જોતો ખરા જરા કોણ છે, મારા હાથ લોટ વાળા છે.''
બીટુ નો ગણગણાટ ચાલુ....''બસ, મારે તો કામ જ કરવાનું, હું નાનો છું એટલે ને...???
દરવાજાની નાની એવી તીરાડ માંથી જોઈ ને, 'શીલા આન્ટી છે મમ્મી'.
આ સાંભળતા જ, મમ્મી બોલી, બેટા દરવાજો ખોલી આન્ટીને કહી દે કે મમ્મી ઘરમાં નથી.
'બીટુ વિચારમાં પડી ગયો, આ મમ્મી નથી તો કોણ છે ?'
બીટુએ દરવાજો ખોલ્યો, અને તરત જ બોલ્યો, આન્ટી... મારી મમ્મી નથી અને સટાક દેતો દરવાજો બંધ કરી દીધો.
દરવાજો બંધ કરી બીટુ વિચારવા લાગ્યો કે મમ્મી શા માટે ખોટુ બોલી, તે તો ઘરમાં જ છે.
થોડીવાર પછી મમ્મીએ ફરી અવાજ દીધો.
બેટા મને ઉપરથી વેલણ દેતો મારી કમર દુખે છે.

બીટુ તરત જ બોલ્યો : મમ્મી, બીટુ ઘરમાં નથી.
શું..........
મા આગળ બોલી ન શકી. અચાનક વિચારવા લાગી, બીટુ પોતે જ જવાબ આપે છે કે, બીટુ ઘરમાં નથી. થોડા ગુસ્સા સાથે ઉંચા અવાજે બોલી, બોલી તો ન જ કહેવાય પરંતુ બરાડી, બીટુ....બીટુ.... સંભળાય છે કે પછી.... બીટુએ પણ ઉત્સાહથી જવાબ આપ્યો સંભળાય છે. બોલ મમ્મી શું કામ છે. ગુસ્સા સાથે ફરી બોલી, અહીં આવ અને મને વેલણ આપ. બીટુ એકમદ શાંત અવાજે બોલ્યો, 'મમ્મી મે કીધું ને બીટુ ઘરમાં નથી.
બીટુની મમ્મીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો, શું કહ્યું ? મારી સામે ઉભો ઉભો ખોટું આટલું બોલતાં જ બીટુની મમ્મી અટકી ગઈ.... બીટુ મમ્મીની સામે આવીને બોલ્યો
તે જેમ કહ્યું એમ જ મે કર્યું છે. બીટુની મમ્મીની પાસે કોઈ જવાબ ન હતો કે ન હતી બીટુને આપવા માટે કોઈ સલાહ...
આપણે સૌ બાળકોને સલાહ આપતાં જ રહીએ છીએ. પરંતુ ખરેખર તો, તેમને આપણે સલાહ આપીએ છીએ તેના કરતાં પણ વધારે આપણે જે કામ કરીએ છીએ તેમાં વધારે રસ હોય છે. આપણા કરેલા કામનું નરીક્ષણ કરીને જ તે શીખે છે. તેમને કોઈ કામને શીખવાડવાની જરૂર પડતી નથી. તમે ગમે એટલી સલાહ આપશો, પરંતુ સલાહ પ્રમાણે કયારેય વર્તન કરો છો ? ફકત સલાહ જ મહત્વની નથી. બાળકનું મન તો કોમળ હોય છે. તે તો જે જુએ તે ગ્રહણ કરે છે અને અમલમાં મુકે છે. તેમને તો સલાહ કરતાં સહકારની વધારે જરૂર છે. બાળકનું મન તો કોરી પાટી જેવું હોય છે. તે સાચા ખોટાની દુનિયાની ર હોય છે. પરંતુ આપણે તેને સલાહ આપી આપીને સાચા અને ખોટા વચ્ચે એવા તો ફસાવી દઈએ છીએ. કયારેક કયારેક પરિસ્થતિ એટલી હદે વણસી જાય છે કે, બાળકના સવાલનો જવાબ આપણી પાસે પણ હોતો નથી.
આપણે સલાહ આપવાની ટેવમાંથી વહેલી તકે બહાર આવી જવાની જરૂર છે. સમય બદલાય ગયો છે. સમયની સાથે આપણે પણ બદલાવવાની જરૂર છે. નહીં કે બીટુની મમ્મીની જેમ આપણી પાસે કોઈ જવાબ નહીં હોય અને શરમ સાથે માથું નમાવું પડશે, ત્યારે જ આપણને આપણી ભુલ સમજાશે.

Wednesday, December 18, 2019

જન્મ સમયે રોટલો, ઓટલો અને રક્ષણ............Jay Shree Radhe Krishna - 12


''શીયાળાની શીતળ સવાર''

Image result for શિયાળો
શીયાળાની સવારનો અનુભવ તો જે સુર્યવંશી નથી તે જ જાણે છે કે, શીયાળાની સવારનો અનુભવ ખરેખર કેટલો મીઠો અને અનેરો હોય છે. ઠંડકમાં પણ મદમસ્ત અહેસાસ કરાવતી, ઠંડીની ઋતુ દુલ્હને ઓઢેલ સપ્તરંગી ઓઢણીના રંગની જેમ એક અજબ મેઘ ધનુષ્યના રંગે દુનીયાને રંગી નાખે છે. કહેવાય છે તો શીયાળો પરંતુ શીતળ જરૂર હોય છે પરંતુ શીતળતાની સાથે સાથે આનંદથી ભરપુર છે. શીયાળાની સવાર જેટલી આહલાદક હોય છે એટલી જ તેની રાત એટલે કે વહેલી સવાર અને મોડી રાત તે પણ ભરપુર આનંદદાયક હોય છે.
શીયાળાની શરૂઆત અને આ શરૂઆતની ગુલાબી ઠંડી. શિયાળો જેમને વધારે પસંદ હશે તેના ચહેરા પર તો આટલું વાંચતા જ ચમક દેખાય ગઈ હશે. વિશ્વાસ ન હોય તો ઉભા થાવ અને અરીસામાં તમારા ચહેરાની ચમકની સાથે દેખાય આવતી લાલાશ પણ જોઈ શકો છો. પરંતુ જેમને શીયાળો પસંદ નથી તેમના માટે તો ઓ...હો...હો... આ વાકય ફાંસીના ફંદા જેવું લાગતું હશે. સાચી વાત કહુ તો મને તો શીયાળો એટલો પસંદ છે એટલો પસંદ છે એટલો પસંદ છે કે, બારે મહિના શીયાળાની જ ઋતુ રહે. અરે ના...ના.... મને તો ઉનાળો પણ એટલો જ પસંદ છે, અને ચોમાસું તે પણ મારી પ્રિય ઋતુ છે. 

ખરી વાત કહુ તો આ કુદરતની ચુંદડીના દરેક રંગમાં મને રંગાવું પસંદ છે પછી તે શીયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળામાં પરસેવે રેબઝેબ થતી ગરમીની ઋતુ કે પછી ચોમાસામાં આખા શહેરની એકસાથે ધુળ સાફ કરતી વર્ષારાણી, હું તો ઉનાળાની ગરમીની પણ મજા લઉં છું. શિયાળાની ઠંડીની અને ચોમાસાના વરસતા વરસાદની પણ મન ભરીને મજા લઉં છું.

પરંતુ હાલ તો આપણે શીયાળાનો જ આનંદ લઈએ. જેમને શીયાળો પસંદ નથી તેમની હુ માફી માંગુ છુ, પરંતુ હા એક ફરમાઈશ તો જરૂર કરી જ શકુ તમે વાંચવાની કોશીષ જરૂર કરશો. જો શીયાળો પસંદ ન હોય તો રૂમ હીટર ચાલુ કરીને અથવા તો તાપણું કરીને તે પણ મંજુર ન હોય તો ગરમ ધાબળામાં વીટળાઈને પરંતુ વાંચજો જરૂર કદાચ તમને પણ શીયાળીની મજા લેવાની ઈચ્છા થઈ જાય. આમ તો તમે મજા નંઈ પણ લેવા ઈચ્છતા હો તો પણ, શીયાળો છે, તે તો રહેવાનો જ છે. કોઈની પસંદ કે ના પસંદથી તે રીસાય તો નહીં જ જાય ને ? મને તો શીયાળાની ઠંડીમાં થતું ઠંડુ પાણી આ....હા....અને....
સવારમાં જ કોઈના આગ્રહ વગર જ, કોઈની મહેમાનગતી માણવાની આશા વગર, કોઈની રાહ જોયા વગર કોઈની ટકોર કર્યા વગર, કોઈને મંજુરીની મહોર પણ મારવી નથી પડતી, બસ પોતાના મનની ઈચ્છાથી આવી અને આખા વાતાવરણને ભેજમય ખુશ્નુમા બનાવતી. અરે બાળકોને તો પોતાના મોમાં અને નાકમાંથી ધુવાળા ઉડાડવાની બહુ મજા પડે છે, અને મોટાઓ માટે ખુશ્નુમા સ્ફુતૂર્લી ઠંડક અને મહેકથી મદહોસ કરતી સવાર એટલે શીયાળો. હવે તો ખ્યાલ આવી ગયો ને કે, પોતાના મનની ઈચ્છાથી મહેમાનગતી માણવાની આશા વગર આવતી અને ધુધળુ કરતી ઠંડકમાં ભીનાશનો અહેસાસ કરાવતી ફુલોની પાંખડીઓ અને પાંદડીઓ પર મોતીના બિંદુની જેમ હીરા મઢતી ઝાકર વાતાવરણને વધારે આહલાદક બનાવી દે છે. 

સવાર સવારમાં જ શાળાએ જતાં ભુલકાઓ તો રંગ બે રંગી સ્વેટર અને ફુમકાદાર ટોપીઓમાં તો રંગબેરંગી સસલાઓ જેવા લાગે છે. જેમને પણ જોશો રંગબેરંગી સ્વેર પહરેલા જોવા મળશે. શીયાળો આવતા જ જાણે આખુ જગત રંગીન બગીચા જેવું લાગે છે. શીયાળામાં તો જીમ પણ માણસોથી ઉભરાય છે. બગીચામાં પણ વીટામીન-ડી લેવા માટે માણસોની ચહલ-પહલ વધી જતી હોય છે. જાણે એકસાથે વીટામીન-ડી ની વરસાદ થવાની હોય તે પણ ફકત શીયાળાની ઋતુ પુરતી જ મર્યાદિત હોય તે રીતે. હા સાથે સાથે સવાર સવારમાં મધ મીઠી મસાલાની સુગંધથી પોતાની તરફ ખેંચતી ચા ની કીટલીઓ, લારીઓએ માણસો પોતાની ઠંડીને ઉડાડવા ગરમા ગરમ ચાની ચુસકીઓ લઈને ઠંડીને દુર તો નથી ભગાવી શકતા, પરંતુ હા... ગરમા ગરમ ચા ની મજા જરૂર લઈ શકે છે.

સવાર સવારમાં બગીચામાં કસરત કરનારાઓ હારબંધ ગોઠવાય ને યોગાસન, સુર્યનમસ્કાર, પ્રાણાયામ અલગ અલગ પ્રકારની કસરત કરવામાં એટલા તો મશગુલ હોય છે કે, જેના પરથી એટલો તો ખ્યાલ આવી જ જાય છે કે, શીયાળા જેવી સ્ફુતૂર્લી ઋતુ બીજી એક પણ નથી કે, પછી ફકત શીયાળામાં જ માણસને આળસ ખંખેરવી પસંદ છે, ખબર નહીં પરંતુ એક વાત તો પાકી જ છે કે, શીયાળામાં ગાર્ડનની સાથે ગાર્ડનની બહારની ઉભીલ જયુસ, લીલા નાળીયેરની પણ સીઝન નીકળી પડે છે. અરે...હા... ઉકળતો નહિ પણ.. ગરમ.... ગરમ.... કાવો. તમે પીધો છે કયારેય, જો તમારો જવાબ ના માં હોય તો આજ જ અત્યારે જ સવાર અથવા તો સાંજના સમયે કાવો પીવા માટે તૈયાર થઈ જાઓ. ઠંડી ને દુર કરતો કાવો માણસો પોતાના હોઠને બાળીને પણ પીવા તૈયાર હોય છે.

શીયાળામાં ખાવાની પણ એક અનેરી મજા હોય છે. ગરમ ગરમ ગાંઠીયા અને જલેબી, ચટાકેદાર ઉધીયું, ખજુર, ગરમાં ગરમ અડદીયા, મોનથાળ, શેરડી, માડવીપાક, તલપાક, મમરાના લાડુ, લીલા શાકભાજી, શેરડી, અનેક પ્રકારના ફુ્રટ શીયાળો ઠંડીની સાથે માણસના જીવનમાં સ્વાદની અનેરી રંગત પણ લાવે છે. શીયાળાની ઋતુમાં દરેક ખોરાકને આરામથી પચાવી શકાય છે. ખુબ શહજ અને સરળતાથી ભારેમાં ભારે ખોરાક પણ પચી જાય છે. શીયાળામાં જેમ અવનવા ખોરાકનો અન્નકોટ કુદરત આપણને પ્રસાદરૂપે આપે છે એજ રીતે શીયાળામાં ચામડી પણ એકદમ સુંદર અને સુંવાળી બની જાય છે અરે સ્ત્રીઓને તો એક વધારાનો આનંદ મળે છે, પોતાના રૂપને નીખારવા માટે અનેક પ્રકારના ક્રીમ અને બોડીલોશનને ખાલી કરવાનો.

આટલો સરસ શીયાળો કોને ન ગમે. પોતાના આગમનની સાથે અવનવા સ્વાદની ખ્વાઈસ ફુટી નીકળે છે. કંઈ કેટલાય ફ્રુટની મીજબાનીઓ ભરાય છે. અનેક પ્રકારના શાકભાજીઓ આવી પડે છે. સવાર સવારમાં ઉઠવાનો અનેરો આનંદ આપે છે. રજાઈમાં લપેટાઈને તેના ગરમાવાનો અહેસાસ પણ શીયાળો જ કરાવે છે ને ? પાકની મીઠાશની મજા પણ શીયાળામાં જ આવે છે. ગળચટાઓ માટે મીઠો મધુરો ખજુર મન મુકીને ખાવાની મોસમ એટલે શીયાળો. શીયાળાની સવાર એટલે બોડીબિલ્ડરો માટે જાણે કુદરતે આપેલી એક એવી તક જેનો મન ભરીને લાભ લેવા માટેની મોસમ. સ્ફૂર્તિ, ખુશ્બુ, આનંદ અને ઉમંગની સાથે ખોળો ભરીને ખુશીઓને એક સાથે મનુષ્યને અર્પણ કરતી ઋતુ. ખરેખર શીયાળાની સવાર જ નહીં પરંતુ શીયાળાની ઠંડીથી બચવા માટે શીયાળાની બપોર પણ એટલી હુંફાળી લાગે છે જેટલી શીયાળાની સવારમાં ચા ની ચુસકી.


શીયાળાની ઋતુમાં રહેલ સ્ફૂર્તિ બાળક જેવા બાળકમાંથી પણ આળસને ખંખેરીને ઉભો કરી દે છે. વૃધ્ધ કે જેમને લાકડીનો સહારો લેવો પડતો હોય તે પણ શીયાળાની સવારમાં લાકડીના ટેકે અને લાકડીનાં ટક..ટક... અવાજ સાથે નીકળી પડે છે, કંઈક પોતાની યુવાનીની યાદોમાં ખોવાવા અને શીયાળાની સવારનો આહલાદક આનંદ લેવા. આટલી મીઠી ઋતુ કોને પસંદ ન હોય ? તમે જ કહો. જેમ એક માં પોતાના બાળકને પોતાની ગોદમાં લઈને એક માં હોવાની હુફ પુરી પાડે છે. એજ રીતે ઉનાળામાં તાપથી તપીને આકરી થયેલ જમીનને ચોમાસાનું પાણી ઠંડક જરૂર આપે છે. પરંતુ જયારે શીયાળાની ઋતુ આવે છે ત્યારે જ ધરતી પર રહેલ દરેક ચીજને એક નવા શણગારથી સજાવતી આ ઋતુ એટલે શીયાળો.

Tuesday, December 17, 2019

પ્રેમ અને કૃષ્ણ એકબીજાના પર્યાય કહી શકાય.......Jay Shree Radhe Krishna - 11


આ પ્રેમ નથી તો બીજું શું છે ?


Image result for GO TO school father two wheelerસવારની ગુલાબી ઠંડીમાં શાળાએ જતું નર્સરીનું બાળક તેના પિતાને કહી રહ્યું હતું, પપ્પા મને આગળ બેસાડો. અરે બેટા આગળ નહી ઠંડી વધારે છે. એટલે જ પપ્પા હું આગળ ઉભો રહીશ તમને જરાય ઠંડી નહીં લાગે. પિતાએ બાળકને બાથમાં લેતાં કહ્યું અરે મારા બેટા તું છો ત્યાં સુધી તો દ્દુનીયાની કોઈ ઠંડી મને અડવાની પણ હિમત નહીં કરી શકે... આ પ્રેમ નથી તો બીજું શું છે  

Monday, December 16, 2019

વૃંદાવન એટલે એવી નગરી છે કે, ત્યાં પગ મુકતા....... Jay Shree Radhe Krishna - 10


લાગણી સમયે સમયે જાહેર કરવી જરૂરી છે......

Image result for lagni માં આજ તારી બહુ યાદ આવે છે. જયારે તને મુકવા આવ્યો ત્યારે મારા મનમાં જરાય ખચકાટ ન હતો. કેમ એજ મને ખબર નથી. આજ મને તારા હાથની ખીરની યાદ આવે છે.
જયારે દૂધ પીવાની ના કહેતો ત્યારે મારા દીકરાની હાજરીમાં મારો કાન પકડીને દૂધનો ગ્લાસ પકડાવતી તારા આ મજાક્યા ગુસ્સામાં મારો દીકરો પણ હસતાં હસતાં દૂધનો ગ્લાસ ક્યારે પૂરો કરતો તે વાતની તેની માં ને તો ખબર પણ નથી.
આજ તારી યાદમાં ખુશી કરતા દુઃખ વધારે છે તારી એક એક યાદ તાજી થાય છે. હું તને મારા હાથે વૃદ્ધાશ્રમના દ્વાર સુધી છોડી ગયો ત્યારે મારામાં ક્યાંથી હિમત આવી ગઈ તેનાથી તો હું પણ અજાણ છું. પરંતુ હું તને બહુ પ્રેમ કરું છું, બસ કહેવાની હિંમત જ ન કરી શક્યો.
લાગણી અને આવેગ જ એક એવી દોરી છે કે જે આપણને મોતીની જેમ એક દોરીમાં પોરવીને રાખે છે. આવી દોરીને લીધે તો માણસો એકબીજા સાથે વધારે નજીકના એટલે કે મનના તાંતણે જોડાયેલા છીએ. દરેક જગ્યાએ લાગણીના સ્વરૂપ અલગ હોય છે.
લાગણી સમયે સમયે જાહેર કરવી જરૂરી છે. એટલે કે, લાગણી વ્યક્ત કરવા માટેનો કોઈ સમય નથી હોતો. પરંતું, આ જગતમાં લાગણીના આવેગથી તો કોઈપણ બાકાત નથી, પછી મનુષ્ય હોય કે પ્રાણી કે પછી જીવજંતુ દરેકને લાગું પડે છે. જ્યાં જીવ છે ત્યાં લાગણી તો હોવાની જ છે. લાગણી શબ્દો દ્વારા જ વ્યક્તિ કરી શકાય એવું જરૂરી નથી. લાગણી એટલે.....
નાપાસ થયેલ બાળકને જરાયે માં એટલું કહે કે, બેટા તને ખબર છે હું પણ તારી જેમ એક વાર નાપાસ થઈ હતી. અરે તું તો એક જ વિષયમાં નાપાસ થયો હતો, જયારે હું તો સાતમાંથી પાંચ વિષયમાં નાપાસ. તને ખબર છે નાનાએ મને શું કીધું.
શું ???
બેટા જીવનમાં ચડાવ ઉતાર તો આવતાં જ રહે છે, જીવનમાં એકવાર પડવાથી બેસી રહેવાની બદલે બમણાં જોર સાથે અને પૂરી તાકાતથી ઉભું થવાની કોશિષ કરવાની, પરતું હિંમત હારીને બેસી રહે તે માણસના સંસ્કાર ન કહેવાય. નાપાસ થયેલ બાળક થોડીવાર વિચાર કરી બોલ્યો.....,
મોમ.....તો તું પણ મને કાંઈ નહીં કહે ને ? હું તો એક જ વિષયમાં નાપાસ થયો છું, પણ.... હવેથી વધારે મહેનત કરીશ. આ થઈ લાગણીની વાત, એક પ્રેમભરી નજર, એક જાદુની પપ્પી જપ્પી. પોતાના માટે કોઈ છે તેનો બસ અહેસાસ...... ક્યારેક બોલીને તો..... ક્યારેક અહેસાસ દ્વારા જણાવો.