Friday, December 6, 2019

દરેકના ઘરમાં મીઠો ઝગડો થવો જોઈએ....



છલિયા કા ભેસ બનાયા શ્યામ ચુડી બેચને આયા.
જોલી કંધે ધરી ઉસમેં ચુડી ભરી.
ગલિયો મેં શોર મચાયા શ્યામ ચુડી બેચને આયા.
કેતકી ભજન ગાતી હતી... રસોડામાં બહાર મધુર અવાજ આવી રહ્યો હતો.
મહેશ આવતાંની સાથે જ બોલ્યો, કેતકી મરશે ત્યારે જ કૃષ્ણ ને છોડશે.
કેતકી મહેશને જોતાં જ પાણી આપ્યું.
મહેશ પાણીનો ગ્લાસ હાથમાં લેતાં બોલ્યો, ઘરમાં શાંતી હોય તો કોઈ તકલીફ છે તને ?
કેતકીના સસરા બોલ્યાં, બેટા સારું ભજન ગાતી હતી. શું થયું આટલું જ આવડે છે.
કેતકીએ સસરાને જમવા માટે બોલાવ્યાં. બાપ દીકરો જમવા માટે બેઠાં.
કેતકી ભજીયા કાચા છે, અને થોડા કડક થવા દે ને લોટના લોચા વળે છે.
કેતકી એ હા..... મા જવાબ આપ્યો.
મહેશે ફરી ઉચા અવાજે કહ્યું........કેતકી આજ પછી ક્યારેય ભજીયા બનાવતી જ નહીં.
કેતકીનો પતિ મહેશ જમતાં જમતાં ગુસ્સા સાથે જમવાનું અધુરી છોડીને બહાર જતો રહ્યો.
કેતકીના આંખમાં ગંગા જમુના વહી પડ્યા.
સસરા બોલ્યાં, બેટા તું મહેશની વાત નું દુઃખ ના લગાડીશ. ઓફીસનો ગુસ્સો હશે જે તારા પર ઉતાર્યો છે. ભજીયા ખુબ સ્વાદીષ્ટ અને સરસ છે.
કેતકી એક શબ્દ ના બોલી, તેના હીબકા બહાર સુધી સંભળાતા હતાં.
ટ્યુશનમાંથી છોટુ આવ્યો. કેતકીએ મહેશનો ગુસ્સો છોટુ પર ઉતાર્યો.
છોટુ રડતાં રડતાં બોલ્યો, મે તો કઈ કહ્યું જ નથી. હું તો પુછતો હતો કે, શેના ભજીયા બનાવ્યાં છે તો પણ તું મારા પર ગુસ્સો કરે છે. તે જમ્યા વગર જ રૂમમાં જઈને સુઈ ગયો.
મહેશ બહાર પાનની દુકાને દરેક પર વાત વાતમાં ગુસ્સે થતાં પાનવાળાએ હસતાં હસતાં કહ્યું, ભાભી સાથે ઝગડો કરીને આવ્યાં છો?
ઉપરોક્ત મીઠો ઝગડો દરેકના ઘરમાં થતો હોય છે, અને થવો પણ જોઈએ પરંતુ મીઠો. ઝગડો થયો અને પછી ભુલી જવામાં જ મજા છે. જો ઝગડો વધારે સમય રહ્યો તો તે વ્યક્તિ વચ્ચે દુરી ઉભી કરે અને કડવાશ વધારે છે. એક વ્યક્તિના ગુસ્સે થવાથી કેટલા વ્યક્તિઓ એ ગુસ્સાનો ભોગ બને છે. તેમજ દરેકને નુકસાન થાય છે તે વધારાનું. તેના કરતાં કોઈ એકે સોરી કહીને વાતને પુરી કરવામાં જ ઘરની શાંતિ અને ખુશી ફુલની જેમ મહેકતી રહે છે. રાધે કૃષ્ણ.......
© કોપીરાઈટ આરક્ષીત............. Kirti Trambadiya


No comments:

Post a Comment