Friday, December 13, 2019

જિંદગી ખરેખર મીઠી અંગુરી જેવી છે



ઉપરોક્ત વાક્ય વાંચીને તમે મને જરૂર પાગલ કહી શકો છો. પરંતુ એકવાર જિંદગીની મીઠાશનો સ્વાદ તમારા મન સુઘી પહોચાડવાની કોશિષ તો કરો. મીઠી મધથીએ મધુરી છે. પરંતુ માણસ પોતાનું જીવન ઝેર કરી નાંખ્યું છે. જીવનને જીવવાને બદલે ઢસડવા લાગ્યો છે. દરેક વ્યક્તિ પોતાના દુઃખને વિશ્વનું મહાન દુઃખ સમજીને જીવી રહ્યો છે. દરેકે પોતાના જીવનને પહેલી તારીખથી એકત્રીસ તારીખ વચ્ચે એવું તો પીસી નાંખ્યું છે કે, પોતાની જિંદગી તેને ક્યારેય મીઠી લાગતી નથી. હંમેશા કોઈને કોઈ મુસીબતને બાથમાં લઈને બેસવાની આદત હંમેશા દુઃખ જ આપી શકે. સુખનો અહેસાસ પણ તેમનાથી દુર રહે છે. હંમેશા દરેક મુસીબતમાંથી સુખને શોધવાની આદત તેમજ જીવનમાં નાની નાની ખુશીઓને બાહો ફેલાવીને સ્વીકારવાની આદત જ સુખ આપે છે. મોટા જેકપોટની આશામાં જીવનની નાની નાની ખુશીઓનો ખજાનો જરૂર ખોવાય જાય છે. જીવનની કોઈપણ મુસીબતમાંથી પણ ખુશીની પળની જરૂર ચોરી કરવી જોઈએ. આ આદત જીવવા માટે સારી છે. દરેક મુસીબત પોતાની સાથે કોઈને કોઈ રસ્તો જરૂર લાવે છે. પરંતુ આપણે તો મુસીબતને બાથ લીધી હોય પછી બાજુમાં જતો રસ્તો ક્યાંથી જોઈ શકીએ ? હંમેશા બાળક જેવું જીવન જીવવું જોઈએ તો જિંદગી ખરેખર મીઠી અંગુરી જેવી લાગે.© કોપીરાઈટ આરક્ષિત..........

No comments:

Post a Comment