Sunday, December 8, 2019

ડાયરી લખવાનું ભૂત....


મને હમણાં હમણાં ડાયરી લખવાનું ભૂત ચડેલ હતું. મોટી ઉંમરની બેનોને મળીને તેના દુ:ખ-દર્દ ડાયરીમાં ટપકાવવાનું ભૂત. તેમની આર્થિક પરીસ્થિતિ, પણ બધાંયના શોખ જરા જરા તો ન કહેવાય ખુબ જ વિચિત્ર લાગ્યા... બધાંને દુ:ખને સંઘરવાનો શોખ. લાગે છે ને વિચિત્ર ! મને પણ વિચિત્ર લાગ્યું. આ દુ:ખને સંઘરવાથી શું મળે ? કહી દઉં તમને, મરેલા વિચારો. ''હા'', મરેલા વિચારો એટલા માયકાંગલા, નમાલા, નૂર વગરના વિચારો.....
અરે આ દુ:ખની સંગ્રહાખોરીમાં એક સરસ વાત કહેવાની તો ભુલી જ ગઈ. આ બધામાં એક એસીથી વધુ ઉંમરના મણીમા. 

તેઓ આ ઉંમરે ભેંસોને ચરાવવા જાય, ભેંસો દોહવાનું, બાળકોને સાંજે હાતીમ, ચતુર બીરબલ, ભીમની વાર્તા સંભળાવવાનું, સવારે બાળકોને સામે બેસાડીને થોડી આડી-અવળી કસરત તેમની પાસેથી કરતા જાય અને કરાવતા જાય. બાળકો પણ રોજની પચાસ ઉઠક-બેઠક કરાવતા, અને મણીમાં પણ હોંસે હોંસે કરતા. મણીમાંને પૂછ્યું, ''એસીની ઉંમરે તમને કયારેય શરીરમાં દુખા...... મારુ વાકય પુરુ પણ ન કરવા દીધું વચ્ચે જ બોલ્યા, ''દુખાવા તો દુરની વાત છે દુખાવાનો વિચાર આવે મારા દુશ્મનને તમારી સામે ઘોડા જેવી ઉભી છું.'' મને ભરોસો છે, મરીશ ત્યાં સુધી આવી ને આવી ઘોડા જેવી અડીખમ રહીશ. મે શોખ વિષે પૂછતાં.

થોડું શરમાતા બોલ્યા, ''સુખને સંઘરવાનો, મારાથી વચ્ચે જ બોલાઈ જવાયું, શું ? તો તરત જ બોલ્યા, સુખને સંઘરવાનો એટલે સુખના સપના જોવાનો એને વાગોળવાનો. એ સુખના વિચાર માત્રથી જ આ એસીના મણીમાં પાસે એક પણ ફરીયાદ વગર સુખથી છલકતું જીવન જીવે છે.''© કોપીરાઈટ આરક્ષીત..... Kirti Trambadiya

No comments:

Post a Comment