Thursday, December 5, 2019

મોબાઈલની જીવનમાં કેટલી જરૂરિયાત???


કૃતીકા પુરા દિવસ સાસુ, સસરા, બે દેર, અને કાકાજીસાસુ ની પુરા દિલથી ફરજ બજાવતી હતી. દિવસ પૂર્ણ થતાં તેને રાહ રહેતી પોતાનો પતિ રાજીવની. જે આવતા વેત જમી પરવારીને મોબાઈલ હાથમાં લઈને બેસી જાય. ના કૃતીકા સાથે કોઈ વાત કરવી. કૃતીકાની વાત નો જવાબ ફક્ત હ...હ...હ....માં આપવો. કૃતીકાએ થોડા સમય તો સ્વીકાર કરી લીધો. પરંતુ દિવસે દિવસે મોબાઈલ રાજીવનું વ્યસન બની ગયું. અને કૃતીકા રાજીવથી દુર થતી ગઈ. સ્ત્રી હોવાને નાતે એક વાતનો સ્વીકાર કરી લીધો કે, મેં રાજીવ સાથે નહી પરંતુ તેના ઘરના વ્યક્તિઓની જવાબદારી પુર્ણ કરવા માટે જ મેરેજ કર્યા છે. તેને મનમાંને મનમાં એટલી હદે મુજાવા લાગી તેને કારણે તે ડિપ્રેશન આવી ગઈ. બોલવાનું બંધ પુરા દિવસ ફક્ત મુંગા મોઢે દરેકની જવાબદારી પૂર્ણ રીતે નિભાવવા લાગી. છતાં રાજીવ તરફથી કોઈ પણ પ્રકારનો સવાલ નહીં. પરંતુ કૃતીકાની સાસુને ખ્યાલ આવી ગયો. તેને કૃતીકાને વહાલથી પુછ્યું,
બેટા રાજીવ સાથે કોઈ ઝગડો થયો છે?”
કૃતીકા ફકત નામાં જવાબ આપ્યો.
કૃતીકાના સાસુએ કહ્યું, બેટા તારા મમ્મીની યાદ આવે છે?
આટલું સાંભળતાં મનમાં રહેલો ડુમો મોઢે આવી ગયો, કૃતીકા સાસુને ભેટીને મન મુકીને રોઈ પડી, અને સાસુને દરેક વાત જણાવી. સમજદાર સાસુએ કૃતીકાને કહ્યું કે, રાજીવને ફોન લગાડ અને જણાવી દે કે, તું તારા મમ્મીને ઘેર રોકવા માટે જાય છે. કૃતીકાની ના કેહવા છતાં સાસુએ કહ્યું બેટા સમજદારી તેમાં જ છે કે તેને તારી જરૂરીયાતનો અનુભવ થવો જરૂરી છે. કૃતીકાએ ફોન કરીને જણાવતાં, રાજીવે ખુશ થતાં કહ્યું, વાહ ખુબ સારા સમાચાર આપ્યા હવે મોબાઈલ વાપરવા માટે તારું કચકચ તો નહી સાંભળવું પડે. કૃતીકાની આંખો ઉભરાય આવી. સાસુએ દિલાસો આપતાં કહ્યું, બેટા તું ખુશી ખુશી જા. તેને સમય જરૂર સમજ આપશે.

કૃતીકા તેના મમ્મીને ઘરે ગઈ. પરંતુ ડીપ્રેશનને લીધે તબિયત વધારે ખરાબ થવા લાગી. તેની સહેલી સાથે હોસ્પીટલે જતાં ખ્યાલ આવ્યો કે, કૃતીકા પાસે બહુ ઓછો સમય છે. કૃતીકાને કેન્સર થયું છે. કૃતીકા મનથી હિંમત હારી ગઈ. મનમાં રાજીવ સાથે જીવવાની તલલ્પ અને રાજીવને મોબાઈલની તલલ્પ. કૃતીકાએ રાજીવને મેસેજ કર્યો. પરંતુ રાજીવનો રીપ્લાય આપ્યો પછી વાત કરું હાલ કામમાં છું.

કૃતીકાની ઘરે ભાભીને પસંદ ન હતું કૃતીકાનું ઘરે રહેવું. તેથી તેની સહેલી કૃતીકાને પોતાના ઘરે રહેવા માટે લઈ ગઈ. તેનો પતિ છ મહિનાની ટ્રેનીંગમાં ગયો હોવાથી. કૃતીકાએ સાંજે મેસેજ કર્યો ત્યારે પણ એજ રીપ્લાય આવ્યો પછી વાત કરું. વારંવારનું પછી વાત કરું વાક્ય કૃતીકાને વધારેને વધારે ડીપ્રેશનમાં નાખતું ગયું. અંતે કૃતીકાએ જ દુરી સ્વીકારી લીધી. તેને મનથી જ નક્કી કરી લીધું કે રાજીવને મોબાઈલમાં આનંદ આવે છે તો હું તેને નડતરરૂપ નહી થાવ. ધીમે ધીમે કૃતીકા રાજીવથી બહુ દુર થતી ગઈ અને સમયે પણ તેને સાથ આપ્યો. તેનું શરીર એકદમ કંટાતું ગયું. સાસુ ફોન કરી લેતાં. કૃતીકાએ સાસુને કઈ જણાવેલ નહી. માં વગરની કૃતીકાને તેની માં ની કમી તેની સહેલીએ પૂરી કરી. 

રાજીવની કમી કૃતીકાનો રાજીવ તરફનો પ્રેમનો જુરાપો ધીમે ધીમે પરીસ્થિતિ એટલી કપરી બની ગઈ કે, કૃતીકા માટે ડોકટરે હાથ ઊંચા કરી દીધા. કૃતીકાની સહેલીએ તેની સાસુને જાણ કરી. તે હોસ્પીટલે પહોચી. કૃતીકાની હાલત જોઈને તે ચોધારઆસું રડતા બોલ્યાં, બેટા તારી આ હાલતનો જવાબદાર રાજીવ છે. કૃતીકાની સાસુએ રાજીવને ફોન જોડ્યો. તો સામેથી જવાબ આવ્યો, હું કામમાં છું પછી વાત કરું. કૃતીકાની સાસુએ ગુસ્સામાં ફોન મુકી દીધો અને તે સમયે કૃતીકાના દેહમાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું. તેની સાસુ પાસે બોલવા માટે એકપણ શબ્દ ન હતો. તેની સહેલીનની મદદ લઈને કૃતીકાને ઘરે લઈ આવ્યા તેના ભાઈ ભાભીને ફોન કર્યો. રાજીવની ઓફિસમાં જાણ કરી. કૃતીકાની અંતિમ ક્રિયા પુર્ણ શ્રધ્ધા સાથે પુર્ણ કરીને એક મહિનો થઈ ગયો. 

પરંતુ રાજીવ એકદમ શાંત થઈ ગયો. હવે તેની માતાનો ગુસ્સો સાતમાં આસમાને હતો.તે ગુસ્સામાં બોલ્યાં, જયારે કૃતીકા હતી તો તેના માટે સમય ન હતો. તારા મોબઈલ સિવાય તને કોઈ દેખાતું ન હતું. તે પુરા ઘરની જવાબદારી નિભાવી રહી હતી. તને ક્યારેય કૃતીકા ની કદર ના થઈ. રાજીવ પાસે બોલવા માટે એકપણ શબ્દ ન હતો. તેની આંખોમાંથી ગંગા જમના વરસી રહી હતી. ફોન હાથમાં હતો. તે ફોન સામે જોઈને બોલ્યો,


મને સમયસર સમજ આવી ગઈ હોત તો, આજ કૃતીકા મારી સાથે હોત. મેં ક્યારેય તેમને સમય જ ના આપ્યો. અને તે હંમેશા મારા માટે અને મારા ઘર માટે ફરજ બજાવતી રહી અને જીવતી રહી. હું મોબઈલમાં વોટ્સઅપ પર દુનિયાભરની સ્ત્રીઓના સાથે અલકમલકની વાતો કરતો રહેતો અને તેના ઘરની પ્રોબ્લેમ સોલ્વ કરતો રહ્યો. મને મારા જ ઘરમાં મારી પત્નીને સમજવાનો સમય જ ના આપી શક્યો. પોતાની ભૂલ પર ખુબ અફસોસ સાથે બોલ્યો, આજ પછી ઘરે આવીને ફોન વાપરવાનો બંધ. ફોનને મહત્વ આપવામાં મેં મારી પત્નીને ખોઈ દીધી. એક સમયે હું કૃતીકા વગર જીવી શકતો ન હતો. તે હંમેશા મારે માટે જુરતી રહી અને હું મારા મોબાઈલની દુનિયામાં મસ્ત બનીને તેની સામે જુઠું બોલીને તેને સમજાવતો રહ્યો અને મારી રીતે જીવતો હતો.

ઉપરોક્ત સત્ય ઘટના પરથી એક વાત સમજવા જેવી ખરી કે, મોબઈલ જીવનમાં જરૂરી ખરો પરંતુ એટલો નહી કે ઘર અને ઘરના વ્યક્તિઓને ભુલીને આપણી દુનિયા મોબઈલ પુરતી સીમિત થઈ જાય. મોબાઈલ આપણા સમય બચાવ માટે છે. જીવનમાં પરિપક્વતા હોવી જરૂરી છે, પરિપક્વતા મતલબ એ નહી કે મોટી મોટી વાતો કરો પરંતુ નાનામાં નાની વાતોને સમજીવી જરૂરી છે. એક સ્ત્રી માટે પ્રેમ એટલે તેની પૂરી દુનિયા તેનો પરિવાર હોય છે. ખરેખર દુનિયાની દરેક સ્ત્રીઓના શ્વાસ તેના પતિના વિશ્વાસ પર ચાલતા હોય છે. જેમ કૃતીકાની પૂરી દુનિયા તેનો પતિ અને પરિવાર હતો. તમારા ઘરમાં કોઈ કૃતીકા કે રાજીવ તો નથી ને.....? રાધેકૃષ્ણ.....© કોપીરાઈટ આરક્ષીત... Kirti Trambadiya

No comments:

Post a Comment