Monday, December 16, 2019

લાગણી સમયે સમયે જાહેર કરવી જરૂરી છે......

Image result for lagni માં આજ તારી બહુ યાદ આવે છે. જયારે તને મુકવા આવ્યો ત્યારે મારા મનમાં જરાય ખચકાટ ન હતો. કેમ એજ મને ખબર નથી. આજ મને તારા હાથની ખીરની યાદ આવે છે.
જયારે દૂધ પીવાની ના કહેતો ત્યારે મારા દીકરાની હાજરીમાં મારો કાન પકડીને દૂધનો ગ્લાસ પકડાવતી તારા આ મજાક્યા ગુસ્સામાં મારો દીકરો પણ હસતાં હસતાં દૂધનો ગ્લાસ ક્યારે પૂરો કરતો તે વાતની તેની માં ને તો ખબર પણ નથી.
આજ તારી યાદમાં ખુશી કરતા દુઃખ વધારે છે તારી એક એક યાદ તાજી થાય છે. હું તને મારા હાથે વૃદ્ધાશ્રમના દ્વાર સુધી છોડી ગયો ત્યારે મારામાં ક્યાંથી હિમત આવી ગઈ તેનાથી તો હું પણ અજાણ છું. પરંતુ હું તને બહુ પ્રેમ કરું છું, બસ કહેવાની હિંમત જ ન કરી શક્યો.
લાગણી અને આવેગ જ એક એવી દોરી છે કે જે આપણને મોતીની જેમ એક દોરીમાં પોરવીને રાખે છે. આવી દોરીને લીધે તો માણસો એકબીજા સાથે વધારે નજીકના એટલે કે મનના તાંતણે જોડાયેલા છીએ. દરેક જગ્યાએ લાગણીના સ્વરૂપ અલગ હોય છે.
લાગણી સમયે સમયે જાહેર કરવી જરૂરી છે. એટલે કે, લાગણી વ્યક્ત કરવા માટેનો કોઈ સમય નથી હોતો. પરંતું, આ જગતમાં લાગણીના આવેગથી તો કોઈપણ બાકાત નથી, પછી મનુષ્ય હોય કે પ્રાણી કે પછી જીવજંતુ દરેકને લાગું પડે છે. જ્યાં જીવ છે ત્યાં લાગણી તો હોવાની જ છે. લાગણી શબ્દો દ્વારા જ વ્યક્તિ કરી શકાય એવું જરૂરી નથી. લાગણી એટલે.....
નાપાસ થયેલ બાળકને જરાયે માં એટલું કહે કે, બેટા તને ખબર છે હું પણ તારી જેમ એક વાર નાપાસ થઈ હતી. અરે તું તો એક જ વિષયમાં નાપાસ થયો હતો, જયારે હું તો સાતમાંથી પાંચ વિષયમાં નાપાસ. તને ખબર છે નાનાએ મને શું કીધું.
શું ???
બેટા જીવનમાં ચડાવ ઉતાર તો આવતાં જ રહે છે, જીવનમાં એકવાર પડવાથી બેસી રહેવાની બદલે બમણાં જોર સાથે અને પૂરી તાકાતથી ઉભું થવાની કોશિષ કરવાની, પરતું હિંમત હારીને બેસી રહે તે માણસના સંસ્કાર ન કહેવાય. નાપાસ થયેલ બાળક થોડીવાર વિચાર કરી બોલ્યો.....,
મોમ.....તો તું પણ મને કાંઈ નહીં કહે ને ? હું તો એક જ વિષયમાં નાપાસ થયો છું, પણ.... હવેથી વધારે મહેનત કરીશ. આ થઈ લાગણીની વાત, એક પ્રેમભરી નજર, એક જાદુની પપ્પી જપ્પી. પોતાના માટે કોઈ છે તેનો બસ અહેસાસ...... ક્યારેક બોલીને તો..... ક્યારેક અહેસાસ દ્વારા જણાવો.

No comments:

Post a Comment