Wednesday, December 25, 2019

સ્ત્રી....

Image result for રસોઈ કરતી સ્ત્રી
સવારે ઉઠી નાસ્તો બનાવી બાળકોને શાળાએ મોકલવા, પતિની હાજરી આપવી, વ્યવહારિક કામ કરવા શું આજ સ્ત્રીની જીંદગી છે ? તમે ક્યારેક તો વિચારો તમે શું આપ્યું છે ?
પતિનું નામ, બાળકો, પરિવાર, સમાજમાં મોભાદાર સ્થાન આ બધી વાત નથી. વાત છે તેમની લાગણીની. તમારા પાસેથી મીઠા બે બોલની, તેમને તરસ છે તમારી એક મીઠી મુસ્કાનની, તેમને આશા છે પહેલી નજરે મળેલ એક અજાણ્યા વ્યક્તિમાંથી જીવનસાથી બનેલ વ્યક્તિને ફરી મળવાની, તેની દરકાર કરનાર, તેની ખબર પુછનારની.

હાલ આ વાતને ભુલી જાઓ પાંચ મિનીટ માટે આંખો બંધ કરીને વિચારો જોઈએ હું તને ખુબ પ્રેમ કરું છું આ વાક્ય તમારી પત્નીને છેલ્લે ક્યારે કહ્યું છે ? યાદ નથી આવતું ને ? આવશે પણ નહીં ?

કારણકે તમે પણ લાગણી વિહીન મશીન બની ગયા છો. તમને એટલે કે લગભગ દરેક પુરુષને હંમેશા કોઈને કોઈ ફરિયાદ રહે છે.... પુરુષ માટે સ્ત્રી એટલે જમવાના ટેબલ પર તેની માતાની જેમ લાગણીથી જમાડતી ઈચ્છે છે, તો કાર્યકુશળતામાં ચકોર, બુદ્ધિશાળી હોવાની આશા રાખે છે, અને બેડ પર મનમોહક અપ્સરાના સ્વાંગમાં રંભાના રૂપમાં ઈચ્છે છે.

આતો એક પતિની ફરમાઈશ પોતાના પુરતી જ સીમિત છે. તેમના બાળકો માટે સર્વગુણ સંપન્ન માતા જોઈએ છે. પોતાના માતા-પિતા માટે સેવા તેમજ ઘરમાં મશીનની જેમ કામ કરતી કુશળ, સુઘડ ગૃહણી જોઈએ છે. વિચારો જોઈએ તે ગૃહણી નોકરી કરતી હોય તો ? તમને તમારા પ્રગતિના પંથમાં આગળ વધવામાં મદદરૂપ થતી હોય તો....!!!
તમે જ વિચારો જેને તમે મનની નબળી નારી કહો છો. જો પોતાના પિતાના ઘરે જવા ઈચ્છે તો તમે તમારી જાતને મુક્ત સમજો છો. ખરેખર તમે મુક્ત થતાં નથી તમને તો તેમની આદત પડી ગઈ છે તે તમારી જરૂરીયાત બની ગઈ છે. તમારી દરેક ચીજ-વસ્તુઓ તેમજ તે તમારા દિવસની ડાયરી છે.
જે તમારી પાસે ન હોવા છતાં પણ તમે તેમને તમારાથી દુર નહી કરી શકો. કારણકે તમારા દરેક દુઃખમાં તે તમારા માટે કૃષ્ણથી પણ આગળ પડતી સારથી બની છે બનશે અને હંમેશાં બનતી જ રહેશે. તેથી તેમની કદર કરવા માટે નક્કી કરવામાં આવેલા દિવસની રાહ જોવાની જરૂર નથી.
કદર કરવા માટે કોઈ મોટો મીર મારવાની જરૂર નથી. તમારા હસતાં મુખેથી ફક્ત થેક્યું ક્યારેક ક્યારેક કહેતાં રહેશો તો એથી વધારે આશાની તેમને જરૂર નથી કારણકે તે સ્ત્રી છે ને ? પછી તે માં હોય, પત્ની હોય, કે તમારા જીવનની કોઇપણ સ્ત્રી હોય. તેનું સ્થાન દુનિયામાં તેને બનાવનાર ભગવાન પણ નથી લઈ શકતો.
વાંચનાર પુરુષો માફ કરશો.....
ફક્ત સ્ત્રીના વખાણ કરવાનું મારું મકસદ કે, તમારું અપમાન કરવાનું નથી, કેમકે એક સ્ત્રી પોતાનું ઘર છોડીને આવે છે, તો એક પુરુષ પણ એક અજાણી સ્ત્રીને પોતાના ઘરની બાગડોર પુરા વિશ્વાસ સાથે સોંપે છે. બસ... એક રીક્વેસ્ટે છે, કદર કરવા માટે વાઈફ એપ્રિશિયેશન્સ ડેની રાહ ન જોતા...... આજ અને અત્યારે જ તમારા મોબઈલમાંથી તમારા ચહેરાને નહી તો તમારી નજર ને તેમના સુધી દોડાવી શકો છો © કોપીરાઈટ આરક્ષિત

No comments:

Post a Comment