ઘરની ઘંટી વાગ....ટ્રીન...ટ્રીન...ટ્રીન....
''બીટુ
બેટા, જોતો
જરા કોણ આવ્યું ?''
ફરી..ટ્રીન...ટ્રીન...ટ્રીન....
''અરે, બીટુ જોતો ખરા જરા કોણ છે, મારા હાથ લોટ વાળા છે.''
બીટુ નો ગણગણાટ ચાલુ....''બસ, મારે તો કામ જ કરવાનું, હું નાનો છું એટલે ને...???
દરવાજાની નાની એવી તીરાડ માંથી જોઈ ને, 'શીલા આન્ટી છે મમ્મી'.
આ સાંભળતા જ, મમ્મી બોલી, બેટા દરવાજો ખોલી આન્ટીને કહી દે કે મમ્મી ઘરમાં નથી.
'બીટુ વિચારમાં પડી ગયો, આ મમ્મી નથી તો કોણ છે ?'
બીટુએ દરવાજો ખોલ્યો, અને તરત જ બોલ્યો, આન્ટી... મારી મમ્મી નથી અને સટાક દેતો દરવાજો બંધ કરી દીધો.

દરવાજો બંધ કરી બીટુ વિચારવા લાગ્યો કે મમ્મી શા માટે ખોટુ બોલી, તે તો ઘરમાં જ છે.
થોડીવાર પછી મમ્મીએ ફરી અવાજ દીધો.
થોડીવાર પછી મમ્મીએ ફરી અવાજ દીધો.
બેટા મને ઉપરથી વેલણ દેતો મારી કમર દુખે છે.
બીટુ તરત જ બોલ્યો : મમ્મી, બીટુ ઘરમાં નથી.
શું..........
મા આગળ બોલી ન શકી. અચાનક વિચારવા લાગી, બીટુ પોતે જ જવાબ આપે છે કે, બીટુ ઘરમાં નથી. થોડા ગુસ્સા સાથે ઉંચા અવાજે બોલી, બોલી તો ન જ કહેવાય પરંતુ બરાડી, બીટુ....બીટુ.... સંભળાય છે કે પછી.... બીટુએ પણ ઉત્સાહથી જવાબ આપ્યો સંભળાય છે. બોલ મમ્મી શું કામ છે. ગુસ્સા સાથે ફરી બોલી, અહીં આવ અને મને વેલણ આપ. બીટુ એકમદ શાંત અવાજે બોલ્યો, 'મમ્મી મે કીધું ને બીટુ ઘરમાં નથી.
બીટુની મમ્મીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો, શું કહ્યું ? મારી સામે ઉભો ઉભો ખોટું આટલું બોલતાં જ બીટુની મમ્મી અટકી ગઈ.... બીટુ મમ્મીની સામે આવીને બોલ્યો

તે જેમ કહ્યું એમ જ મે કર્યું છે. બીટુની મમ્મીની પાસે કોઈ જવાબ ન હતો કે ન
હતી બીટુને આપવા માટે કોઈ સલાહ...
આપણે સૌ બાળકોને સલાહ
આપતાં જ રહીએ છીએ. પરંતુ ખરેખર તો, તેમને આપણે સલાહ આપીએ છીએ
તેના કરતાં પણ વધારે આપણે જે કામ કરીએ છીએ તેમાં વધારે રસ હોય છે. આપણા કરેલા
કામનું નરીક્ષણ કરીને જ તે શીખે છે. તેમને કોઈ કામને શીખવાડવાની જરૂર પડતી નથી.
તમે ગમે એટલી સલાહ આપશો, પરંતુ સલાહ પ્રમાણે
કયારેય વર્તન કરો છો ? ફકત સલાહ જ મહત્વની નથી.
બાળકનું મન તો કોમળ હોય છે. તે તો જે જુએ તે ગ્રહણ કરે છે અને અમલમાં મુકે છે.
તેમને તો સલાહ કરતાં સહકારની વધારે જરૂર છે. બાળકનું મન તો કોરી પાટી જેવું હોય
છે. તે સાચા ખોટાની દુનિયાની ર હોય છે. પરંતુ આપણે તેને સલાહ આપી આપીને સાચા અને
ખોટા વચ્ચે એવા તો ફસાવી દઈએ છીએ. કયારેક કયારેક પરિસ્થતિ એટલી હદે વણસી જાય છે કે, બાળકના સવાલનો જવાબ આપણી પાસે પણ હોતો નથી.
આપણે સલાહ આપવાની ટેવમાંથી વહેલી તકે બહાર આવી જવાની જરૂર છે. સમય બદલાય ગયો છે. સમયની સાથે આપણે પણ બદલાવવાની જરૂર છે. નહીં કે બીટુની મમ્મીની જેમ આપણી પાસે કોઈ જવાબ નહીં હોય અને શરમ સાથે માથું નમાવું પડશે, ત્યારે જ આપણને આપણી ભુલ સમજાશે.

No comments:
Post a Comment