Friday, December 6, 2019

તમારા બાળકોને કયારેય વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ


દરેક માતા-પિતા પોતાના બાળકોને અઠવાડીયામાં એક દિવસ એટલે કે રજાના દિવસે ફરવા માટે લઈ જતાં હોય છે. લઈ જવા પણ જોઈએ. ફેમીલી સાથે સમય પસાર કરવો તે સારી આદત છે. હું તો કહુ છું કે અઠવાડીયામાં એક વખત નહિં પરંતુ રોજની એક કલાક ફેમીલી સાથે પસાર કરો. દિવસમાં કમ સે કમ બે સમય સાથે બેસીને જમો. તમારા બાળકોના ઘડતર માટેનો આ પાયો બહુ જરૂરી છે. એકતાનો પહેલો પાઠ શીખશે બાળક. એક બીજાને સમજતા શીખશે. એકબીજા પ્રત્યેની લાગણીનો અહેસાસ હંમેશા તેમને તમારી સાથે જોડી રાખશે.

ઘણા માતા-પિતા બાળકોને વેકેશનમાં ફરવા માટે પણ લઈ જતાં હોય છે. દરકે પોતપોતાની સગવડતા પ્રમાણે ગામ-શહેર-દેશ-વિદેશમાં લઈ જતાં હોય છે. કારણકે માતા- પિતા બાળકો માટે જ જીવતા હોય છે. તેમની ખુશીમાં જ પોતાની ખુશી શોધી લેતાં હોય છે.

એજ માતા-પિતાઓને એક સવાલ પુછવો છે. તમે તમારા બાળકોને કયારેય વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ, અંધ-અપંગ કે પછી સરકારી હોસ્પીટલમાં લઈ ગયા છો ? જો તમારો જવાબ ના હોય તો તેમને એકવાર જરૂર લઈ જાઓ. મારા કહેવાથી નહીં. પરંતુ તમારા ખુદના માટે.... તમે તેમની દરેક જરૂરીયાત બહુ પ્રેમથી પુરી કરો છો.

પરંતુ દુનિયામાં રહેલ સીકકાની આ બીજી બાજુની પણ તેમને જાણકારી હોવી જોઈએ. તેમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે અમારા માતા-પિતા અમારા માટે શું છે ? તમે તેને દુનિયાની દરેક ખુશી આપી રહયા છો, તો પછી એ ખુશી માટે તમે શું ભોગ આપ્યો છે તેની પણ તેમને જાણકારી હોવી જરૂરી છે. તમારી કિંમત અને સંસ્કારરૂપી ઘડતરનો કદાચ આ એક મોટો હિસ્સો બની રહેશે..રાધે કૃષ્ણ...© કોપીરાઈટ આરક્ષીત...Kirti Trambadiya

No comments:

Post a Comment