Wednesday, December 18, 2019

''શીયાળાની શીતળ સવાર''

Image result for શિયાળો
શીયાળાની સવારનો અનુભવ તો જે સુર્યવંશી નથી તે જ જાણે છે કે, શીયાળાની સવારનો અનુભવ ખરેખર કેટલો મીઠો અને અનેરો હોય છે. ઠંડકમાં પણ મદમસ્ત અહેસાસ કરાવતી, ઠંડીની ઋતુ દુલ્હને ઓઢેલ સપ્તરંગી ઓઢણીના રંગની જેમ એક અજબ મેઘ ધનુષ્યના રંગે દુનીયાને રંગી નાખે છે. કહેવાય છે તો શીયાળો પરંતુ શીતળ જરૂર હોય છે પરંતુ શીતળતાની સાથે સાથે આનંદથી ભરપુર છે. શીયાળાની સવાર જેટલી આહલાદક હોય છે એટલી જ તેની રાત એટલે કે વહેલી સવાર અને મોડી રાત તે પણ ભરપુર આનંદદાયક હોય છે.
શીયાળાની શરૂઆત અને આ શરૂઆતની ગુલાબી ઠંડી. શિયાળો જેમને વધારે પસંદ હશે તેના ચહેરા પર તો આટલું વાંચતા જ ચમક દેખાય ગઈ હશે. વિશ્વાસ ન હોય તો ઉભા થાવ અને અરીસામાં તમારા ચહેરાની ચમકની સાથે દેખાય આવતી લાલાશ પણ જોઈ શકો છો. પરંતુ જેમને શીયાળો પસંદ નથી તેમના માટે તો ઓ...હો...હો... આ વાકય ફાંસીના ફંદા જેવું લાગતું હશે. સાચી વાત કહુ તો મને તો શીયાળો એટલો પસંદ છે એટલો પસંદ છે એટલો પસંદ છે કે, બારે મહિના શીયાળાની જ ઋતુ રહે. અરે ના...ના.... મને તો ઉનાળો પણ એટલો જ પસંદ છે, અને ચોમાસું તે પણ મારી પ્રિય ઋતુ છે. 

ખરી વાત કહુ તો આ કુદરતની ચુંદડીના દરેક રંગમાં મને રંગાવું પસંદ છે પછી તે શીયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળામાં પરસેવે રેબઝેબ થતી ગરમીની ઋતુ કે પછી ચોમાસામાં આખા શહેરની એકસાથે ધુળ સાફ કરતી વર્ષારાણી, હું તો ઉનાળાની ગરમીની પણ મજા લઉં છું. શિયાળાની ઠંડીની અને ચોમાસાના વરસતા વરસાદની પણ મન ભરીને મજા લઉં છું.

પરંતુ હાલ તો આપણે શીયાળાનો જ આનંદ લઈએ. જેમને શીયાળો પસંદ નથી તેમની હુ માફી માંગુ છુ, પરંતુ હા એક ફરમાઈશ તો જરૂર કરી જ શકુ તમે વાંચવાની કોશીષ જરૂર કરશો. જો શીયાળો પસંદ ન હોય તો રૂમ હીટર ચાલુ કરીને અથવા તો તાપણું કરીને તે પણ મંજુર ન હોય તો ગરમ ધાબળામાં વીટળાઈને પરંતુ વાંચજો જરૂર કદાચ તમને પણ શીયાળીની મજા લેવાની ઈચ્છા થઈ જાય. આમ તો તમે મજા નંઈ પણ લેવા ઈચ્છતા હો તો પણ, શીયાળો છે, તે તો રહેવાનો જ છે. કોઈની પસંદ કે ના પસંદથી તે રીસાય તો નહીં જ જાય ને ? મને તો શીયાળાની ઠંડીમાં થતું ઠંડુ પાણી આ....હા....અને....
સવારમાં જ કોઈના આગ્રહ વગર જ, કોઈની મહેમાનગતી માણવાની આશા વગર, કોઈની રાહ જોયા વગર કોઈની ટકોર કર્યા વગર, કોઈને મંજુરીની મહોર પણ મારવી નથી પડતી, બસ પોતાના મનની ઈચ્છાથી આવી અને આખા વાતાવરણને ભેજમય ખુશ્નુમા બનાવતી. અરે બાળકોને તો પોતાના મોમાં અને નાકમાંથી ધુવાળા ઉડાડવાની બહુ મજા પડે છે, અને મોટાઓ માટે ખુશ્નુમા સ્ફુતૂર્લી ઠંડક અને મહેકથી મદહોસ કરતી સવાર એટલે શીયાળો. હવે તો ખ્યાલ આવી ગયો ને કે, પોતાના મનની ઈચ્છાથી મહેમાનગતી માણવાની આશા વગર આવતી અને ધુધળુ કરતી ઠંડકમાં ભીનાશનો અહેસાસ કરાવતી ફુલોની પાંખડીઓ અને પાંદડીઓ પર મોતીના બિંદુની જેમ હીરા મઢતી ઝાકર વાતાવરણને વધારે આહલાદક બનાવી દે છે. 

સવાર સવારમાં જ શાળાએ જતાં ભુલકાઓ તો રંગ બે રંગી સ્વેટર અને ફુમકાદાર ટોપીઓમાં તો રંગબેરંગી સસલાઓ જેવા લાગે છે. જેમને પણ જોશો રંગબેરંગી સ્વેર પહરેલા જોવા મળશે. શીયાળો આવતા જ જાણે આખુ જગત રંગીન બગીચા જેવું લાગે છે. શીયાળામાં તો જીમ પણ માણસોથી ઉભરાય છે. બગીચામાં પણ વીટામીન-ડી લેવા માટે માણસોની ચહલ-પહલ વધી જતી હોય છે. જાણે એકસાથે વીટામીન-ડી ની વરસાદ થવાની હોય તે પણ ફકત શીયાળાની ઋતુ પુરતી જ મર્યાદિત હોય તે રીતે. હા સાથે સાથે સવાર સવારમાં મધ મીઠી મસાલાની સુગંધથી પોતાની તરફ ખેંચતી ચા ની કીટલીઓ, લારીઓએ માણસો પોતાની ઠંડીને ઉડાડવા ગરમા ગરમ ચાની ચુસકીઓ લઈને ઠંડીને દુર તો નથી ભગાવી શકતા, પરંતુ હા... ગરમા ગરમ ચા ની મજા જરૂર લઈ શકે છે.

સવાર સવારમાં બગીચામાં કસરત કરનારાઓ હારબંધ ગોઠવાય ને યોગાસન, સુર્યનમસ્કાર, પ્રાણાયામ અલગ અલગ પ્રકારની કસરત કરવામાં એટલા તો મશગુલ હોય છે કે, જેના પરથી એટલો તો ખ્યાલ આવી જ જાય છે કે, શીયાળા જેવી સ્ફુતૂર્લી ઋતુ બીજી એક પણ નથી કે, પછી ફકત શીયાળામાં જ માણસને આળસ ખંખેરવી પસંદ છે, ખબર નહીં પરંતુ એક વાત તો પાકી જ છે કે, શીયાળામાં ગાર્ડનની સાથે ગાર્ડનની બહારની ઉભીલ જયુસ, લીલા નાળીયેરની પણ સીઝન નીકળી પડે છે. અરે...હા... ઉકળતો નહિ પણ.. ગરમ.... ગરમ.... કાવો. તમે પીધો છે કયારેય, જો તમારો જવાબ ના માં હોય તો આજ જ અત્યારે જ સવાર અથવા તો સાંજના સમયે કાવો પીવા માટે તૈયાર થઈ જાઓ. ઠંડી ને દુર કરતો કાવો માણસો પોતાના હોઠને બાળીને પણ પીવા તૈયાર હોય છે.

શીયાળામાં ખાવાની પણ એક અનેરી મજા હોય છે. ગરમ ગરમ ગાંઠીયા અને જલેબી, ચટાકેદાર ઉધીયું, ખજુર, ગરમાં ગરમ અડદીયા, મોનથાળ, શેરડી, માડવીપાક, તલપાક, મમરાના લાડુ, લીલા શાકભાજી, શેરડી, અનેક પ્રકારના ફુ્રટ શીયાળો ઠંડીની સાથે માણસના જીવનમાં સ્વાદની અનેરી રંગત પણ લાવે છે. શીયાળાની ઋતુમાં દરેક ખોરાકને આરામથી પચાવી શકાય છે. ખુબ શહજ અને સરળતાથી ભારેમાં ભારે ખોરાક પણ પચી જાય છે. શીયાળામાં જેમ અવનવા ખોરાકનો અન્નકોટ કુદરત આપણને પ્રસાદરૂપે આપે છે એજ રીતે શીયાળામાં ચામડી પણ એકદમ સુંદર અને સુંવાળી બની જાય છે અરે સ્ત્રીઓને તો એક વધારાનો આનંદ મળે છે, પોતાના રૂપને નીખારવા માટે અનેક પ્રકારના ક્રીમ અને બોડીલોશનને ખાલી કરવાનો.

આટલો સરસ શીયાળો કોને ન ગમે. પોતાના આગમનની સાથે અવનવા સ્વાદની ખ્વાઈસ ફુટી નીકળે છે. કંઈ કેટલાય ફ્રુટની મીજબાનીઓ ભરાય છે. અનેક પ્રકારના શાકભાજીઓ આવી પડે છે. સવાર સવારમાં ઉઠવાનો અનેરો આનંદ આપે છે. રજાઈમાં લપેટાઈને તેના ગરમાવાનો અહેસાસ પણ શીયાળો જ કરાવે છે ને ? પાકની મીઠાશની મજા પણ શીયાળામાં જ આવે છે. ગળચટાઓ માટે મીઠો મધુરો ખજુર મન મુકીને ખાવાની મોસમ એટલે શીયાળો. શીયાળાની સવાર એટલે બોડીબિલ્ડરો માટે જાણે કુદરતે આપેલી એક એવી તક જેનો મન ભરીને લાભ લેવા માટેની મોસમ. સ્ફૂર્તિ, ખુશ્બુ, આનંદ અને ઉમંગની સાથે ખોળો ભરીને ખુશીઓને એક સાથે મનુષ્યને અર્પણ કરતી ઋતુ. ખરેખર શીયાળાની સવાર જ નહીં પરંતુ શીયાળાની ઠંડીથી બચવા માટે શીયાળાની બપોર પણ એટલી હુંફાળી લાગે છે જેટલી શીયાળાની સવારમાં ચા ની ચુસકી.


શીયાળાની ઋતુમાં રહેલ સ્ફૂર્તિ બાળક જેવા બાળકમાંથી પણ આળસને ખંખેરીને ઉભો કરી દે છે. વૃધ્ધ કે જેમને લાકડીનો સહારો લેવો પડતો હોય તે પણ શીયાળાની સવારમાં લાકડીના ટેકે અને લાકડીનાં ટક..ટક... અવાજ સાથે નીકળી પડે છે, કંઈક પોતાની યુવાનીની યાદોમાં ખોવાવા અને શીયાળાની સવારનો આહલાદક આનંદ લેવા. આટલી મીઠી ઋતુ કોને પસંદ ન હોય ? તમે જ કહો. જેમ એક માં પોતાના બાળકને પોતાની ગોદમાં લઈને એક માં હોવાની હુફ પુરી પાડે છે. એજ રીતે ઉનાળામાં તાપથી તપીને આકરી થયેલ જમીનને ચોમાસાનું પાણી ઠંડક જરૂર આપે છે. પરંતુ જયારે શીયાળાની ઋતુ આવે છે ત્યારે જ ધરતી પર રહેલ દરેક ચીજને એક નવા શણગારથી સજાવતી આ ઋતુ એટલે શીયાળો.

No comments:

Post a Comment