Friday, December 27, 2019

જીવનનો નકાર...........



જીવનનો નકાર એટલે ઈશ્વરનો નકાર. ખુલ્લા મનથી જીવનનો સ્વીકાર કરવો. જોઈએ. આપણી પ્રિય વ્યકિતને જોઈએ અને એને આશ્લેષમાં લેવા માટે પહેલા બાહુ પહોળા થાય પછી જ એ આપણી ભીંતર લપાય છે. તેમ ખુલ્લા બાહુએ જીવનને સ્વીકારવું જોઈએ. ચાહવું જોઈએ, પ્રત્યેક પળને મન મુકીને જીવવી જોઈએ, અરે ઉદાસીની એક એક સેકન્ડને પણ મન મુકીને ચાહવી જોઈએ. જેવી રીતે દરિયામાં ભરતી અને ઓટ આવે છે, ખાબોચિયામાં ના તો ભરતી ના તો ઓટ કોઈ પરિવર્તન નહીં, તેથી જીવનરસથી મોટો કોઈ રસ નથી. જે પણ કામ કરો તે પૂર્ણ મનથી કરો. સંકલ્પના શિખર પર ધૂણી ધખાવીને બેસી જાઓ. કોઈપણ કાર્ય કરો તો એટલી હદે ઓતપ્રોત થઈને કરવું જોઈએ કે, આજના દિવસે.. આજ ઘડીએ... મોત આવવાનું હોય. જીવનમાં રસ હોય તો નિવૃતિમાં પણ મળી રહે. મોત ના આવે ત્યાં સુધી જીવવાનું છે તો પછી આનંદભરી સમજણથી કે સમજણભર્યા આનંદથી છલોછલ કેમ ન જીવી શકાય ? © કોપીરાઈટ આરક્ષિત

No comments:

Post a Comment