Wednesday, December 11, 2019

સમજદારી



સાંજના સમયે અશોકભાઈ ઘરે આવી જમીને સોફા પર ટીવી ચાલુ કરીને હાથમાં મોબાઈલ લઈને આડા પડ્યા. અશોકભાઈના બા-બાપુજી રૂમની બાલકનીમાં હવા ખાવા માટે ખુરશીમાં બેઠાં. અશોકભાઈના પત્ની રાધાબેન કિચનની સાફ સફાઈ કરી રહ્યા હતા. તેની આસપાસ તેમની છોકરી હાથમાં પ્રવાસે જવાની રજાનું ફરમાન લઈને આટા મારી રહી હતી. રાધા બહેન વારંવાર કહી રહ્યા હતાં. બેટા, તારા પપ્પાને વાત તો કર. તે વારંવાર કહેતી તે કામમાં વ્યસ્ત છે. રાધાબેને કિચનની સાફ સફાઈ કરીને સાસુ સસરાને દવા અને દુધ પહોચાડ્યા. તેમજ દીકરી સાથે હોલમાં આવ્યા અશોકભાઈ મોબાઈલ વ્યસ્ત હતાં. થોડીવાર મા-દીકરી શાંતિથી બેઠા. રાધાબેન બોલ્યાં, પિન્કીને પ્રવાસે જવાનું છે. તમે મંજુરી આપો એટલે શાંતિથી સુઈ જાય.


અશોકભાઈ ગુસ્સે થતા બોલ્યાં, થોડીવાર ધીરજ તો રાખ.

ફરી પિન્કી તેની મમ્મીને ઈશારો કરે છે. ફરી એજ જવાબ વારંવારના સવાલથી કંટાળીને અશોકભાઈ બોલ્યાં, મા દીકરીને ક્યાંય શાંતી નથી. એક દીકરો હોત તો આજ મારી બાજુમાં બેઠો હોત. પિન્કી આટલું સાંભળતાં જ દર વખતની જેમ રડતાં રડતાં તેના રૂમમાં જતી રહી રાધાબેન પાછળ મનાવવા ગયા પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. મીરાબેન શાંતિથી પાછા ફર્યા અને પોતાના પતિના માથા પાસે પહોચતાં જ મોબાઈલમા ધ્યાન ગયું. વોટ્સઅપમા મેસેજ ફોરવર્ડ કર્યો કે દીકરી વહાલનો દરિયો છે.


મીરાબેનની ભીની આંખો સાડીના છેડાથી સાફ કરતાં બોલ્યાં, પિન્કીની વાત સાંભળી લીધી હોત તો ? અશોકભાઈ પાસેથી એક પણ જવાબ ના મળ્યો, દીકરી રૂમમાં આંસુ સારતી રહી ફક્ત પિતા પાસે મંજુરી લેવા માટે....

મીરાબેન દુઃખી હદયે સોફા પર ફસડાતાં મનમાં બોલ્યાં, પત્ની અને દીકરી કરતાં મોબાઈલ મહત્વનો છે ? પુરો દિવસ તો તેમનું કામ અને મોબાઈલ સાથે પસાર કરે છે. સાંજે પણ.....તેની રડતી આંખો સામે અશોકભાઈએ ફોરવર્ડ કરેલ મેસેજ દેખાયો....દીકરી વ્હાલનો દરિયો..........

ઉપરોક્ત પરિસ્થીતી કદાચ દરેક ઘરમાં હોતી જ હશે પછી પતી હોય કે પત્ની હોય કે ભાઈ.... હાલના સમયમાં મોબઈલનો ઉપયોગ તેમજ દરેક સોશ્યલ મીડિયા જરૂરી છે. પરંતુ એટલા પણ નહી ઈ માણસ લાગણીહીન બનીને મશીનવશ બની જાય. લાગણીઓના મેસેજ ફોરવર્ડ કરીને લાગણીઓ સુકાતી જાય. ઘરમાં દીકરી વાત કરવા માટે વલખતી હોય અને તમારી પાસે સમય નથી હોતો. એટલો પણ જરૂરી નથી મોબાઈલ જીવનમાં દરેક વ્યસનની એક હદ હોય છે. તેમ મોબાઈલ ઘરે કે ઓફિસો પૂરી રીતે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ સોશ્યલ મીડિયાનો ઉપયોગ ખુબ સારો છે પરંતુ સમજદારી પુર્વક દરેક કાર્ય માટે સમય ફાળવો જરૂરી છે.
તમારા ઘરમાં પણ રાધાબેન કે પીન્કી નથી ને વાંચનારાઓમાંથી કોઈએ બંધ બેસતી પાધડી ઓઢવી નહી. હાલ ઘરે ઘરની આ જ સમસ્યા છે.©કોપીરાઈટ આરક્ષીત, Kirti Trambadiya

No comments:

Post a Comment